જીવવાનું તે જાણે રે

 લક્ષ્ય અલક્ષ્યમાં જઇ ખોવાણું

માપ અમાપ માં જાણ્યું રે

દશે દિશામાં અગિયારમી મારી

એના થી શુ ભારી રે

દર્શન કેવળ સત્ય સમું આ

મેલ ન તું સમજાવી રે

ધ્યાન મહીં બેધ્યાન બને કા

પ્રશ્ન કરી પસ્તાયો રે

કોણે બાંધ્યો કીંકર તુજ ને

તુજ મહીં તેનામાં રે

તે તે કરતા તુજ મરવાનું

જીવવાનું તે જાણે રે

.......



ઘણું જાણ્યા પછી કંઈ જ જાણ્યું નથી 

 તેનો જે અહેસાસ થાય છે તે જ્ઞાન છે


Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો